09 February, 2021

Mulakat


શું તને યાદ છે?
એક સમય હતો જયારે આપણે મળતા હતાં?
તુ નજરે ચઢતાં,
મારા હોઠો ના કિનારે સંતાયેલુ સ્મિત વિખરાઈ જતુ.
હાં એજ ટૂંક સમય માં થતી આપણી લાંબી મુલાકાત મને સારે છે .
મને લાગે છે મારી લાગણી હજી સ્માર્ટ નથી થઈ.

શું તને યાદ છે?
આપણી પિલ્લૉ ટૉક વાલી મુલાકાત,
વિકેન્ડ વાલી મુલાકાત,
એરપોર્ટ વાલી મુલાકાત,
હાં એજ ટૂંક સમય માં થતી આપણી લાંબી મુલાકાત મને સારે છે.

શું તને યાદ છે?
એક સમય હતો જયારે આપણે મળતા હતાં?
પરોઢે ઘડિયાળ ના રણકાર થી ઉઠી જઈ
તને સપનાં માં થી હકીકત માં મળવાની તાલાવેલી.
હાં એજ ટૂંક સમય માં થતી આપણી લાંબી મુલાકાત મને સારે છે.
આજની  ફેસટાઈમ વાલી મુલાકાત લાંબી છતાં ફીકી લાગે છે.
શું કરુ, મારી લાગણી હજી સ્માર્ટ નથી થઈ.

શું તને યાદ છે?
એક સમય હતો જયારે આપણે મળતા હતાં?
સાંજે ઘર આગણે તારી ગાડી નો અવાજ સાંભળતા
નાસી ને મળવા આવતી હતી એ ટૂંકી મુલાકાત
આજે એલેક્સા રણકાર કરી કહીં દે છે કે તું આવી ગયો છું,
ત્યારે  લાગે છે કે આપડી મુલાકાત થતાં થતાં રહી ગઈ.

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...