13 February, 2017

Teri Laadki Mein, chodungi na tera haath!



દીકરી ની વિદાય 

છું હૂં  મારા પપ્પાની લાડલી 
પણ છું હૂં મમ્મી તારી ઢીંગલી, ઢીંગલી.
આજે શણગારતા મુજને 
તારી હથેળી ધ્રૂજે, 
અરે જો જો ખિલી છે
કેવી તારી કળી, કળી.
વિસ્મય થી નિહારે આંખો તારી,  
પણ છું હૂં મમ્મી છબી તારી, તારી.

I might be my dad's princess,
But I am your doll, Mummy.
Today, your hands shivered while dressing me up.
O dear mummy, look how your budding has grown up.
Your eyes look at me with amuse,
But i am just a shadow of you.


પા પા કરતી પપ્પા ની આ લાડલી 
ચાલી છે કુમ-કુમના પગલા ભરવા
પલક ના ઝબકારા માં
ક્યારે મોટી થઇ ને
ક્યારે પારકી થઇ ગઈ.
હજી કાલની તો વાત હતી
ખજૂર કોપરા કરવા જિદ્દ કરતી
નિશાળે મુકવા જતા ધ્રુસકે રડી પડતી
પપ્પા તમે મને છોડી કેમ જાવ છો :પૂછતી
આજે ડોલી માં સવાર થઇ ગઈ
કાલ સુધી ઘર ઘર રમતી
આજે ઘર વસાવી રહી છે.

The teeny tiny step taking toddler
Is now stepping into household.
With a blink of eye,
the years of her youth have passed by.
It was just yesterday,
when she pleaded not be left alone at school,
and when she wanted me to carry her on my back.
Today she gets carried in carriage.
Until yesterday she played in her dollhouse,
Today, my Doll is ready to make a house.





ઘરે થી તોહ જવ છું,  
પણ હૃદય માં કાયમ માટે ઘર કરી જવ છું. 
આજે ઘર થી દૂર જવ છું,
હૃદય માં, કાલ હતી એના કરતા વધારે નજીક આવવા.

Though I leave this house,
I am leaving behind a home 
within your hearts!
Today, i am going away from home,
to come closer in heart!  


LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...