05 October, 2015

Teri Lat Lag Gayii II

એક નાની બાળકી ની જેમ  
તુ મને રિઝવે છે  દિન પ્રતિ દિન. 
એક નવા રૂપ સાથે  એક નવા  રંગ સાથે, 
ભજવે  ચે તુ એકજ પાઠ ઘણીં  ઘણી વાર . 
ને હૂં  નિહાળું તારું આ મનોરંજન 
એજ વિસ્મયતા, એજ ઉત્સાહ થી 
જેવી રીતે જુવે છે એક વહલી તેની
નાની બાળકી ના ખેલ . 
મારી આંખો માનું તેજ ને મુખ પરનું સ્મિત  
છે તારા આ 
રંગ-રૂપ ના ઋણી.

વિદમ્બંના એ છે મારી, 
તને રાખું કેવી રીતે મારી પાસે ? 
આંખો માં તું સમાતી નથી ને, 
હાથમાં તુ આવતી નથી. 

ભૂલે  કદી ના વિચારતી  
કે છે તું અણગમતી . 
તુ નિરાશ થાઈ એ પહેલાં 
એક નજર આ જરૂખે ફેરવજે 
મળીશ હૂં તને ત્યાં ,
તારા આ દિનના રંગ-રૂપ જોવા.
હા, કોઈ દિન સમાજ ની માયાજાળ માં ફસાઈ જતા 

કદાચ ના બેસી શકું તને નિહાળવા.
પણ તારી અનેક છબી જે મારા સેલફોનની  ગેલેરી માં છે , 
એણે જોઈ સાયંકાળે તને અચૂકપણે મળીશ ખરી. 



શબ્કોષમાં તારું વર્ણન કરવા શબ્દો ખુંટી પડે છે, 
સેલફોનના કેમેરા નો લેન્સ જાંજો પડે છે તારી આ ચંચળતા ને કેદ કરવા, 
પણ પછી ખ્યાલ અવે છે કે, 
જો તારા આ દિનના રંગ-રૂપ ને  ગમે તે રીતે કેદ કરી પણ લવ

 તોહ બાકી ના  રંગ-રૂપનું શું ? 
કરણ કે, તુ તો મને દર રંગ-રૂપમાં ગમે છે. 
એજ્  આશાએ કે ફરી કાલે તુ કાઈ નવું કરે

 ને મને રીઝવે એક નાની બાળકીની જેમ 
તને દર સાંજે ભારે મન થી વિદાય આપુ  છું . 

એ કુદ્રત ,
તને  કરું હૂં સલામ, વારમ વાર ! 

No comments:

Post a Comment

Your 1cents will be minted on my hall of fame, so go ahead and mark your place.

LinkWithin

Related Posts Plugin for WordPress, Blogger...